ગુજરાત સરકાર દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયારી કરતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા ‘કોચિંગ સહાય યોજના’ અમલમાં છે. આ યોજના હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના કુલ 9,229 વિદ્યાર્થીઓને સહાય આપવામાં આવી છે. coaching sahay yojana 2026
સરકારી માહિતી અનુસાર તેમાં વિકસતી જાતિના 8,794 અને અનુસૂચિત જાતિના 435 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ વિદ્યાર્થીઓને NEET, JEE અને GUJCET જેવી મહત્વપૂર્ણ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે આર્થિક સહાય આપવામાં આવી છે.
DBT મારફતે રૂ. 20 હજાર સહાય
આ યોજના હેઠળ વિદ્યાર્થીઓને કોચિંગ માટે ₹20,000 સુધીની સહાય આપવામાં આવે છે. આ રકમ ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર (DBT) પદ્ધતિ દ્વારા સીધી વિદ્યાર્થીઓના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.
રાજ્ય સરકારનો ઉદ્દેશ્ય એ છે કે આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને પણ ગુણવત્તાસભર કોચિંગ મળી રહે અને તેઓ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવી શકે.
‘સૌ ભણે, સૌ આગળ વધે’ સૂત્રને સાકાર કરવાનો પ્રયાસ
ગુજરાત સરકાર શિક્ષણ ક્ષેત્રે સમાન તક મળે તે માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી રહી છે. “સૌ ભણે, સૌ આગળ વધે”ના સૂત્ર સાથે રાજ્યના દરેક વર્ગના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ અને સામાજિક ન્યાય તથા અધિકારીતા વિભાગના પ્રયાસોથી આ યોજના અમલમાં છે.
2025-26ના બજેટમાં ખાસ જોગવાઈ
વર્ષ 2025-26ના બજેટમાં આ યોજના માટે પણ નાણાંકીય જોગવાઈ કરવામાં આવી છે.
- અનુસૂચિત જાતિના 300 વિદ્યાર્થીઓ માટે ₹60 લાખ
- વિકસતી જાતિના 3,000 વિદ્યાર્થીઓ માટે ₹6 કરોડ
ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા
આ યોજનાનો લાભ મેળવવા ઈચ્છુક વિદ્યાર્થીઓએ esamaj.kalyan.gujarat.gov.in વેબસાઇટ પર જઈ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરીને અરજી કરવી પડે છે.
આ યોજના હેઠળ વિદ્યાર્થીને ફક્ત એક જ વાર સહાય આપવામાં આવે છે.
પાત્રતા અને જરૂરી દસ્તાવેજો
યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીએ ધોરણ 10માં ઓછામાં ઓછા 70% ગુણ મેળવેલા હોવા જોઈએ અને હાલ ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતો હોવો જરૂરી છે.
વિકસતી જાતિના વિદ્યાર્થીઓ માટે વાલીની વાર્ષિક આવક ₹6 લાખ સુધી નક્કી કરવામાં આવી છે.
અરજી સાથે જાતિ પ્રમાણપત્ર, માર્કશીટ, શાળાનું બોનાફાઇડ સર્ટિફિકેટ, આધાર કાર્ડ, રહેઠાણ પુરાવો, બેંક વિગતો અને કોચિંગ ફી ભર્યાની પાવતી અપલોડ કરવી જરૂરી છે.